ભારતની અનોખી જગ્યા, જ્યાં કોઈ કાર, બાઇક કે ઓટો નથી ચાલતી
ભારતમાં આ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં તમને ન તો કોઈ કાર જોવા મળશે કે ન તો કોઈ ઓટો કે બાઈક. આ શહેરમાં કોઈપણ વાહન ચલાવવા પર પ્રતિબંધ છે.
આ શહેરમાં ક્યાંય પણ જવા માટે તમારે પગપાળા અથવા ઘોડેસવારી દ્વારા જવું પડશે. આ શહેર હરિયાળીથી ઘેરાયેલું છે. આ સુંદર શહેરનું નામ માથેરાન છે.
માથેરાન શહેર મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવે છે. આ ભારતનું સૌથી નાનું હિલ સ્ટેશન છે. માથેરાન એશિયામાં એકમાત્ર એવું સ્થળ છે જ્યાં કાર કે બાઇક જેવા કોઇપણ પ્રકારનું વાહન જોવા નહીં મળે.
માથેરાનના પર્યાવરણને ધ્યાનમાં રાખીને સરકારે તેને સંવેદનશીલ જાહેર કર્યું છે. આ કારણોસર અહીં કોઈપણ વાહન ચલાવવા પર પ્રતિબંધ છે.
માથેરાન હિલ સ્ટેશન કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે. અહીં ગમે ત્યાં મુસાફરી કરવા માટે ઘોડેસવારીનો ઉપયોગ થાય છે. માથેરાનમાં મોટા અવાજ કરવા પર પણ પ્રતિબંધ છે.
માથેરાન સમુદ્ર સપાટીથી લગભગ 2600 ફૂટની ઊંચાઈ પર છે. આ હિલ સ્ટેશન મુંબઈથી લગભગ 100 કિમીના અંતરે છે.
માથેરાનમાં લુઈસા પોઈન્ટ, અંબરનાથ મંદિર, પેનોરમા પોઈન્ટ, વન ટ્રી હિલ, મંકી પોઈન્ટ, શાર્લોટ લેક જેવી ઘણી સુંદર જગ્યાઓ છે. માથેરાનમાં ટોય ટ્રેન પણ ચાલે છે. જેથી તમે અહીં ફરવા જઈ શકો.
કાર દ્વારા અહીં આવતા લોકોને માથેરાનના થોડાક કિલોમીટર પહેલા પોતાની કારમાંથી ઉતરી ઘોડેસવારી કરવી પડશે.