બળાત્કારનું દ્રશ્ય જેમાં અભિનેતા બની ગયો 'જાનવર'

તાજેતરની વાતચીતમાં રાહુલ બોઝે બળાત્કારના દ્રશ્યને યાદ કર્યું જે તેણે ફિલ્મ 'બુલબુલ'માં તૃપ્તિ ડિમરી સાથે ફિલ્માવ્યું હતું. આ રેપ સીન તમને ચોંકાવી દેશે.

રાહુલે જણાવ્યું હતું કે શૂટ પહેલા તેણે તૃપ્તિ ડિમરીને જ્યાં પણ અસ્વસ્થતા અનુભવાય ત્યાં તેનું નામ બોલવાની સલાહ આપી હતી,

રાહુલ બોઝના કહેવા પ્રમાણે, 'બુલબુલ'નો રેપ સીન એક મુશ્કેલ સીન હતો, જેમાં મહિલા પાત્રનું બેડ પર જ મૃત્યુ થાય છે. આ સીન શૂટ કરતા પહેલા બોઝે તૃપ્તિને ખાસ સલાહ આપી હતી.

રાહુલે તૃપ્તિને કહ્યું, "જ્યારે કેમેરા એક્શન બોલે છે, ત્યારે હું જાનવર પ્રાણી બની જઈશ, પરંતુ જ્યારે તમે માત્ર રાહુલ નામની બૂમ પાડશો, હું ત્યાં જ અટકી જઈશ. અને સામાન્ય થઈ જઈશ."

રાહુલ બોઝે તૃપ્તિ ડિમરીની પ્રશંસા કરી અને તેને પ્રતિભાશાળી અને મજબૂત ગણાવી. તેના કહેવા પ્રમાણે, તે તૃપ્તિ સાથે કામ કરીને ખૂબ જ ખુશ હતો.

'બુલબુલ' એ 2020 માં રિલીઝ થયેલી પીરિયડ હોરર ફિલ્મ છે, જેમાં તૃપ્તિ ડિમરીએ બાલિકા વધુની ભૂમિકા ભજવી હતી અને રાહુલ બોઝે તેના પતિની ભૂમિકા ભજવી હતી.