'કાશ..! મારી માતા હેમા માલિની હોત', ટ્વિંકલ ખન્ના કેમ માતા ડિમ્પલ કાપડિયાથી થઈ નારાજ?

અક્ષય કુમારની પત્ની, અભિનેત્રી અને ઉત્તમ લેખિકા ટ્વિંકલ ખન્ના તેની સ્પષ્ટવક્તા શૈલી માટે જાણીતી છે.

એક કોલમમાં ટ્વિંકલે તેની માતા ડિમ્પલ કાપડિયાની તુલના બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિની સાથે કરી હતી. ટ્વિંકલે ઈચ્છા વ્યક્ત કરી હતી કે કાશ..! હેમા માલિની તેની માતા હોત તો..!

ટ્વિંકલે મજાકમાં કહ્યું કે તેના વોટર પ્યુરિફાયર ફિલ્ટરમાંથી પાણી ટપકતું જોઈને તેને હેમા માલિની યાદ આવી ગઈ. અભિનેત્રીએ લખ્યું- દેશમાં હેમાજી કરતાં વધારે સ્વચ્છ પાણી આપવામાં કોઈને રસ નથી.

'વર્ષો સુધી વોટર પ્યુરીફાયરની એડ કર્યા પછી, હેમાજી નદીઓને સ્વચ્છ રાખવાનો સંદેશ આપવા માટે 'ગંગા' ડાન્સ પરફોર્મન્સ પણ આપી રહી છે.

'પરંતુ શું આપણા દેશવાસીઓ તેમની અપીલ સાંભળશે કે પછી આ એવો કિસ્સો બનશે કે તમે ઘોડાને પાણી સુધી લઈ જઈ શકો, પણ તેને પાણી પીવડાવી ન શકો.'

ટ્વિંકલે કહ્યું કે તાજેતરમાં તેણે તેની માતા ડિમ્પલ કાપડિયાને કહ્યું કે લોકો કેવી રીતે રસ્તાઓ પર કચરો ફેંકે છે. તેમને રસ્તા પર પાન થૂંકવામાં પણ કોઈ સમસ્યા નથી.

પરંતુ જ્યારે ટ્વિંકલે તેની માતાને દેશમાં સ્વચ્છ રસ્તાઓ, પાણી અને હવાના અભાવ અંગે ફરિયાદ કરી, ત્યારે તેની માતાએ ટ્વિંકલને કહ્યું - ગણપતિની સરઘસ દરમિયાન તમે લોકો પણ ધ્વનિ પ્રદૂષણ કરો જ છો.

તેની માતા પાસેથી આ સાંભળીને ટ્વિંકલે કહ્યું - આ પહેલીવાર નથી જ્યારે મને લાગ્યું કે હેમા માલિની મારી માતા હોવી જોઈએ.

જો હેમા માલિની મારી માતા હોત, તો અમે સ્વચ્છ પાણી વિશે ખુલીને વાત કરી શક્યા હોત,સાથે મને જીવનભર પાણી શુદ્ધિકરણનો RO પણ મફત મળત.