ફોન ચાર્જ થવામાં બહુ સમય લાગે છે? હોઇ શકે છે આવું કારણ
ફોન આપણા જીવનનો એક આવશ્યક ભાગ બની ગયો છે, જો આપણે તેને ચાલુ રાખવા બેટરી ચાર્જ કરવી પડે છે, પરંતુ ઘણા લોકોના ફોન ચાર્જ થવામાં લાંબો સમય લાગે છે.
ફોનના ચાર્જ થવા વાર લાગે છે તો, આ કારણો જવાબદાર હોઇ શકે છે.
ફોન ઝડપથી ચાર્જ ન થવા માટે ખરાબ સોકેટ અને ચાર્જર જવાબદાર હોઈ શકે છે, આ સિવાય ખરાબ પાવર કેબલ પણ સમસ્યા ઊભી કરી શકે છે.
ગરમ અને ખૂબ જ ઠંડા વાતાવરણમાં પણ ફોન ધીમે ચાર્જ થઈ શકે છે, આ સિવાય જો બેટરીની ગુણવત્તા ખરાબ થઈ ગઈ હોય તો ફોન મોડો ચાર્જ થશે.
ચાર્જ કરતી વખતે ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે આનાથી ફોનની બેટરી પર દબાણ આવે છે, અને ફોન ચાર્જ થવામાં વધુ સમય લે છે.
ફોનના ચાર્જિંગ પોર્ટમાં ધૂળ જમા થવાથી પણ સમસ્યા થઈ શકે છે, તેથી પોર્ટને સાફ કરવું જરૂરી છે.
જો ચાર્જિંગ કેબલ તૂટી ગયો હોય તો તેના પર ટેપ લગાવીને તેનો ઉપયોગ કરશો નહીં, તેનાથી ફોનને નુકસાન થઈ શકે છે અને ઇલેક્ટ્રિક શોક લાગી શકે છે.